CJP ના જંતર-મંતર વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હીમાં 25,000 જવાનો તૈનાત
CJP ના જંતર-મંતર વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હીમાં 25,000 જવાનો તૈનાત
Published on: 10th October, 2026

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જંતર-મંતર ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનને પગલે પોલીસે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે યોજાનારા આ પ્રદર્શન માટે પોલીસ મંજૂરી ન હોવા છતાં, સંભવિત અંધાધૂંધી રોકવા 25,000 સુરક્ષા જવાનો ખડકી દેવાયા છે. નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 લાગુ કરાઈ છે. આ કારણે કનોટ પ્લેસ અને ભગીરથ પેલેસ માર્કેટ સહિત અનેક વેપારી વિસ્તારો બંધ રાખવામાં આવ્યા છે. રાજીવ ચોક સહિત 45 મેટ્રો સ્ટેશનો અને નમો ભારત ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરાઈ છે.