વડોદરામાં આંબેડકર સ્મારકના ઉદ્ઘાટન પત્રિકામાંથી મેયર-જિલ્લા પંચાયત પ્રમુખની બાદબાકી
વડોદરામાં આંબેડકર સ્મારકના ઉદ્ઘાટન પત્રિકામાંથી મેયર-જિલ્લા પંચાયત પ્રમુખની બાદબાકી
Published on: 19th September, 2026

વડોદરાના સયાજીબાગ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારક અને કલ્યાણનગર ખાતેના ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમના ઉદ્ઘાટન કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં શહેરના મેયર ગીતાબેન મકવાણા અને જિલ્લા પંચાયત પ્રમુખ જોસનાબેન રબારીના નામનો સમાવેશ ન થતા રાજકીય વિવાદ સર્જાયો છે. આ બંને હોદ્દેદારો મહિલાઓ છે અને સ્થાનિક સ્વરાજની મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. સ્મારક અને મ્યુઝિયમ વડોદરા શહેરની હદમાં હોવા છતાં મેયરને આમંત્રણ પત્રિકામાં સ્થાન ન મળતાં ભાજપના મહિલા કાર્યકરોમાં આંતરિક ચર્ચા જોવા મળી રહી છે. આ મુદ્દો હાલ રાજકીય ગરમાવો લાવ્યો છે.