હિંમતનગરમાં UPI ચાર્જ પરત ખેંચવા કોંગ્રેસનો ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ
હિંમતનગરમાં UPI ચાર્જ પરત ખેંચવા કોંગ્રેસનો ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ
Published on: 20th September, 2026

ભાજપ સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપ્યા બાદ હવે UPI ટેક્સના નામે સામાન્ય પ્રજા અને વેપારીઓ પર આર્થિક બોજ નાખી લૂંટ ચલાવી રહી છે તેવા આક્ષેપ સાથે હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. કોંગ્રેસે ભાજપ સરકારની જનવિરોધી નીતિઓ સામે તાત્કાલિક UPI ચાર્જીસ પરત ખેંચવાની માંગ કરી. નેતાઓએ આને કેશલેસ ઇકોનોમીના નામે પ્રજા સાથેની ખુલ્લી લૂંટ ગણાવી.