DDO નો ટીડીઓને આદેશ: વેરા વસુલાત અને વિકાસ કાર્યોમાં ઝડપ લાવો, નહીંતર થશે કાર્યવાહી
DDO નો ટીડીઓને આદેશ: વેરા વસુલાત અને વિકાસ કાર્યોમાં ઝડપ લાવો, નહીંતર થશે કાર્યવાહી
Published on: 18th September, 2026

જૂનાગઢ જિલ્લાપંચાયત કચેરી ખાતે DDO જયંતસિંહ રાઠૌરની અધ્યક્ષતામાં તમામ ટીડીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં 15માં નાણાપંચના વિકાસ કાર્યો, વેરા વસુલાત અને સ્વચ્છતા સહિત 29 મુદ્દાઓ પર ચર્ચા થઈ. DDOએ વેરા વસુલાતની કામગીરી ઝડપી બનાવવા અને જ્યાં કચાસ જણાય ત્યાં કાર્યવાહી કરવાની કડક સૂચના આપી. અગાઉ પણ આવા કિસ્સાઓમાં પગાર અટકાવ્યા હતા. 15માં નાણાપંચના કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવા અને 'સ્વચ્છતા હી સેવા' અભિયાનને સફળ બનાવવા પર ભાર મુકાયો.