મુખ્યમંત્રી દ્વારા ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 લોન્ચ
મુખ્યમંત્રી દ્વારા ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 લોન્ચ
Published on: 28th July, 2026

ગુજરાતને દેશનું અગ્રણી શિપ બિલ્ડીંગ અને રિપેર સેન્ટર બનાવવાના ધ્યેય સાથે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026નું લોન્ચિંગ કર્યું. પોરબંદરના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને મંજૂરી મળી છે. આ નીતિ હેઠળ રૂ.27,000 કરોડથી વધુનું રોકાણ આવવાની અને આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર થવાની અપેક્ષા છે. નવી નીતિ શિપબિલ્ડિંગ ક્ષેત્રે વૈશ્વિક ઇકોસિસ્ટમ ઊભી કરશે, ઉત્પાદન ક્ષમતા વધારશે અને 5 લાખથી વધુ લોકોને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. રોકાણકારોને આકર્ષવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ, મૂડી સહાય, વ્યાજ સહાય અને સ્ટેમ્પ ડ્યુટી પરતફેર જેવા અનેક પ્રોત્સાહનો અપાશે.