અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં કરોડોનો ખર્ચ, તો પણ થયો ફ્લોપ છતાં પુનરાવર્તન?
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં કરોડોનો ખર્ચ, તો પણ થયો ફ્લોપ છતાં પુનરાવર્તન?
Published on: 27th August, 2026

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2026-27 માટે ફરી તૈયાર છે. છેલ્લા બે વર્ષમાં 26.45 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, છતાં ઘણા વેપારીઓને અપેક્ષિત લાભ મળ્યો નથી. આયોજન, લાઈટિંગ, ડેકોરેશન અને માર્કેટિંગ પર મોટો ખર્ચ થાય છે, પરંતુ AMCને સીધી આવક અંગે સ્પષ્ટતા નથી. ગત વર્ષના કેટલાક બિલ બાકી હોવાની રજૂઆત પણ થઈ હતી. આ વખતે કેટલો ખર્ચ થશે તે અંગે અધિકારીઓ પ્રેઝન્ટેશન આપશે. અગાઉ ગ્રાહકોનો ઓછો પ્રતિસાદ મળતાં વેપારીઓએ સ્ટોલ છોડી દીધા હતા.