કેન્દ્રીય કર્મચારીઓનું DA 64% થશે?
કેન્દ્રીય કર્મચારીઓનું DA 64% થશે?
Published on: 15th September, 2026

કેન્દ્રીય કર્મચારીઓ બે મુખ્ય બાબતોની રાહ જોઈ રહ્યા છે: 8th Pay Commission અને જુલાઈ 2026 માટે DA Hike. જાન્યુઆરીમાં DA 60% થયો હતો, અને હવે દિવાળી પહેલાં તેમાં 4% નો વધારો થઈને 64% થવાની શક્યતા છે. જો આવું થાય, તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર ઉછાળો આવશે. AICPI-IW ડેટા મુજબ DA 3-4% વધી શકે છે. 8th Pay Commission ની વાત કરીએ તો, ફિટમેન્ટ ફેક્ટર 2.57 થી 3.83 કરવાની માંગ છે, જેનાથી લઘુત્તમ પગાર 68,940 રૂપિયા સુધી પહોંચી શકે છે. 8th Pay Commission નો રિપોર્ટ મે 2027માં આવશે.