ગુજરાત હવામાન અપડેટ: વાદળછાયું વાતાવરણ વચ્ચે મધ્યમ વરસાદની અપેક્ષા
Published on: 12th May, 2025
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી જારી કરવામાં આવી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 2 દિવસ માવઠાની શક્યતા છે. રાજ્યના જુનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે, જ્યારે આવતીકાલે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે તાપમાનમાં 3-5 ડિગ્રી વધારો અને 24 કલાકમાં 36°C તાપમાન થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે અમદાવાદ-ગાંધીનગર માટે યલો એલર્ટ જાહેર કરાયો છે. રવિવારે 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં કલ્યાણપુરમાં સૌથી વધારે 2.83 ઇંચ નોંધાયું.