Menu
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને માવઠાની આગાહી
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને માવઠાની આગાહી
Published on: 12th May, 2025

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉકળાટ શરૂ થયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ અને પવનની સંભાવના જણાવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદનું અનુમાન છે. રાજ્યમાં પવનની ગતિ 40 કિ.મી.ની રહેશે અને આવતીકાલે વરસાદનું જોર ઓછું થશે. હવામાન વિભાગની સૂચના પ્રમાણે છેલ્લા પાંચ દિવસના વરસાદના કારણે ખેતી અને જાનમાલને નુકસાન થયું છે અને સરકાર SDRF ધોરણો અનુસાર પગલાં લઈ રહી છે.