Menu
અમરેલીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરી
અમરેલીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરી
Published on: 12th May, 2025

અમરેલી જિલ્લામાં પસાર થયેલ કમોસમી ભારે વરસાદને કારણે ખેડૂતોના બાગાયત અને ઉનાળુ પાક જેમ કે ડુંગળી, તલ, બાજરી, જુવાર, મગ, અળદ અને પશુચારાને ગંભીર નુકસાન પહોંચ્યું છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આ મુદ્દે કલેકટરને તાત્કાલીક સર્વે કરવા અને નુકસાન માટે વળતર આપવામાં આવે એની માગણી કરવામાં આવી છે. રાજ્ય સરકારે વરસાદથી થયેલ નુકસાનનો પ્રાથમિક અંદાજ મેળવતો અને SDRFના નિયમો અનુસાર આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. ખેડૂતોની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ સહાયતા જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.