Operation Sindoor દરમિયાન ગુજરાતમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનારા 14 લોકો સામે FIR દાખલ
Published on: 12th May, 2025
Operation Sindoor દરમિયાન ભારતીય સૈન્ય અને દેશની સુરક્ષા સામે હાનિકારક એવી રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસએ FIR નોંધાવી કડક કાર્યવાહી શરૂ કરી છે. આ પોસ્ટો સોશિયલ મિડિયા પર સૈન્યનું મનોબળ તોડનારી અને નકારાત્મક માહિતી ફેલાવતા જોવા મળી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાયે આ મુદ્દે તાત્કાલિક અને કડક પગલાં લેવા રાજ્ય પોલીસને સૂચના આપી હતી. સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ અને ઈન્ટેલિજન્સ શાખા દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. 14 FIRs ખેડા, ભૂજ, જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ અને ગોધરાજ જિલ્લામાં નોંધાયા છે.