સોફા પર જામી ગઈ છે ધૂળ અને ગંદકી?
સોફા પર જામી ગઈ છે ધૂળ અને ગંદકી?
Published on: 17th August, 2026

મોટાભાગના લોકો ઘરની સફાઈ કરે છે, પણ સોફાની સફાઈ અવગણે છે. દૈનિક ઉપયોગથી સોફા પર ધૂળ, પરસેવો અને ડાઘ જામી જાય છે. વેક્યુમ ક્લીનર વિના પણ ઘરે સરળતાથી સોફા સાફ કરી શકાય છે. પહેલા સોફાનું ફેબ્રિક (કોટન, માઇક્રોફાઇબર, મખમલ, ચામડું) ઓળખો. સૂકા કપડાથી ધૂળ સાફ કરો. ખૂણાઓમાંથી ગંદકી દૂર કરવા નરમ બ્રશનો ઉપયોગ કરો. હળવા સાબુના દ્રાવણથી ડાઘ સાફ કરો. બેકિંગ સોડાથી ગંધ દૂર કરો. સફાઈ બાદ સોફાને સંપૂર્ણપણે સૂકવો.