દેશના ભાગલા: પેન્સિલની લીટીઓએ કરોડો દિલોને ચીરી નાખ્યા,
દેશના ભાગલા: પેન્સિલની લીટીઓએ કરોડો દિલોને ચીરી નાખ્યા,
Published on: 15th August, 2026

બેરિસ્ટર સિરિલ રેડક્લિફને માત્ર પાંચ અઠવાડિયામાં ભારત અને પાકિસ્તાનની સીમા નક્કી કરવા કહેવાયું, તેમનો દેશનો કોઈ અનુભવ નહોતો. માત્ર કાગળ અને નકશા પર પેન્સિલથી દોરેલી રેખાએ લાખો લોકોનું ભાવિ નક્કી કર્યું. આ ઉતાવળીયા અને અજ્ઞાનતાપૂર્ણ નિર્ણયના કારણે થયેલ રક્તપાત અને સ્થળાંતરે કરોડો લોકોને પીડ્યા. 1.2 થી 1.5 કરોડ લોકો વિસ્થાપિત થયા અને 10 લાખથી વધુ નિર્દોષોએ જીવ ગુમાવ્યા. આ વિભાજનની પીડા આજે પણ સાહિત્ય અને સિનેમામાં જીવંત છે.