વિઝન અને મિશન વગર કંપની ટકતી નથી                .
વિઝન અને મિશન વગર કંપની ટકતી નથી .
Published on: 14th June, 2026

માત્ર ધંધાકીય ક્ષેત્રે જ નહીં પરંતુ રાજકારણના ક્ષેત્રમાં પણ મિશનની રચના રાજકીય ધ્યેયોને સ્પષ્ટ કરે છેદુ નિયાના દરેક મહાન નેતા માત્ર સખત મહેનત જ કરીને મહાન બન્યા નથી. તેઓ મહાન બન્યા કારણ કે તેઓ પાસે દૂર દૂર જોવાની (વિઝન) તાકાત હતી અને સંસ્થાને સર્વોત્તમ બનાવવાની તાલાવેલી હતી. દુનિયાની કોઈપણ કંપની જ નહીં પણ કોઈપણ સંસ્થા વિઝન અને મિશન વિના ઝાઝું ટકી શકતી નથી.