NDA ઇતિહાસમાં પહેલીવાર, 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની
NDA ઇતિહાસમાં પહેલીવાર, 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની
Published on: 13th June, 2026

13 જૂન, 2026ના રોજ ભારતીય સેના અને તમામ મહિલાઓ માટે ઐતિહાસિક દિવસ રહ્યો. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની 14 દીકરીઓએ એક વર્ષની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી અને એરફોર્સમાં અધિકારી તરીકે કમિશન મેળવ્યું. દેહરાદૂનની ઇન્ડિયન મિલિટ્રી એકેડમી (IMA) અને હૈદરાબાદની ડુંડીગલ એરફોર્સ એકેડમીમાં યોજાયેલી પાસિંગ આઉટ પરેડ બાદ આ દીકરીઓ દેશની સેવામાં જોડાઈ છે. સેનાના 94 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે મહિલા કેડેટ્સે પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને કદમતાલ ભર્યા. IMAમાંથી 9 અને એરફોર્સ એકેડમીમાંથી 5 મહિલા અધિકારીઓ દેશની સુરક્ષામાં સક્રિય થશે.