મોબાઈલ ફોન નંબર 10 આંકડાના શા માટે હોય છે?
મોબાઈલ ફોન નંબર 10 આંકડાના શા માટે હોય છે?
Published on: 13th June, 2026

આજે આપણે વિશ્વભરમાં મિત્રો અને સગાંઓ સાથે મોબાઈલ ફોન વડે સરળતાથી વાતચીત કરી શકીએ છીએ. લાખો મોબાઈલ ફોન હોવા છતાં, તેમને યુનિક નંબર ફાળવવા માટે ચોકસાઈપૂર્વકનું અંકગણિત જરૂરી છે. જો નંબર ઓછી સંખ્યાના હોય, તો ભેળસેળની શક્યતા વધી જાય છે અને કનેક્શનમાં સમસ્યા આવી શકે છે. ઉપરાંત, ફાયરબ્રિગેડ અને પોલીસ જેવી ઈમરજન્સી સેવાઓ માટે 100, 101, 102 જેવા નંબર અનામત હોવાથી, કોઈ પણ નંબર 1 થી શરૂ થઈ શકતો નથી. આમ અંકોની ફાળવણી કરવાથી એક એક કરતાં જુદા નંબરો રચવાનું કામ સરળ બને છે. ૧૦ અંકોને ઉલટસૂલટ ગોઠવીને લાખો નંબરો મેળવી શકાય એટલે સુવિધા માટે મોબાઈલમાં ૧૦ આંકડાના નંબર રાખેલાં છે.