આ ભારતીય સામે ચીન પણ નતમસ્તક!
આ ભારતીય સામે ચીન પણ નતમસ્તક!
Published on: 22nd August, 2026

ડૉ. દ્વારકાનાથ કોટનીસ, એક ભારતીય સપૂત, જેને ચીન આજે પણ મસીહાની જેમ પૂજે છે. જાપાનના હુમલા દરમિયાન ચીનમાં ડૉક્ટરોની અછત સર્જાતા, નેતાજી સુભાષચંદ્ર બોઝની પહેલ પર તેઓ ચીન ગયા. પિતાના અવસાન છતાં ફરજને પ્રાધાન્ય આપી, તેમણે અનેક સૈનિકોના જીવ બચાવ્યા. 72 કલાક સતત ફરજ બજાવી, ચીની નર્સ સાથે લગ્ન કર્યા અને 'યિનહુઆ' નામનો પુત્ર જન્મ્યો. 32 વર્ષની વયે નિધન પામ્યા છતાં, માઓ ત્સે તુંગે તેમને 'અનમોલ મિત્ર' ગણાવ્યા.