ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે
ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે
Published on: 03rd June, 2026

ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે વિશ્વ અને ભારત પર ગંભીર સાયબર જોખમ તોળાઈ રહ્યું છે. અમેરિકાની કંપની એન્થ્રોપિકે વિકસાવેલું ‘ક્લોડ માયથોસ’ નામનું AI મોડેલ સોફ્ટવેરની ખામીઓ ખૂબ ઝડપથી શોધી શકે છે. આ ટેક્નોલોજી સુરક્ષા મજબૂત બનાવવા માટે ઉપયોગી છે, પરંતુ ખોટા હાથમાં પહોંચે તો મોટું નુકસાન કરી શકે છે. કોઈપણ ઓનલાઈન સિસ્ટમમાં રહેલી ખામીઓ જો ડેવલપર્સ પહેલાં સુધારે તો સુરક્ષા વધે, પરંતુ હેકર્સ તેને પહેલાં શોધી લે તો તેનો ગંભીર દુરુપયોગ થઈ શકે છે.