ગળા પર સફેદ પટ્ટાવાળું એશિયન રીંછ
ગળા પર સફેદ પટ્ટાવાળું એશિયન રીંછ
Published on: 20th June, 2026

એશિયન રીંછ એક કદાવર અને શક્તિશાળી પ્રાણી છે, જે મુખ્યત્વે જંગલોમાં જોવા મળે છે. તેના શરીર પર ઘાટા કાળા વાળ, તીક્ષ્ણ દાંત અને મજબૂત નહોર હોવાથી તે ભયંકર દેખાય છે, છતાં તે મોટાભાગે શાકાહારી ખોરાક પર નિર્ભર રહે છે. આશરે 4 ફૂટ લાંબું અને 2થી 2.5 ફૂટ ઊંચું આ રીંછ ઝાડ પર સરળતાથી ચઢી શકે છે. તેની આંખો અને સાંભળવાની શક્તિ નબળી હોય છે, પરંતુ જડબાં અને પગ ખૂબ મજબૂત હોય છે. એશિયાના વિવિધ દેશોમાં જોવા મળતા આ રીંછ કદ અને સ્વરૂપમાં થોડો ફરક ધરાવે છે.