અંબાજીમાં 29 શ્રેષ્ઠ શિક્ષકોને ST સ્માર્ટકાર્ડ, 28 શિક્ષકોને વિશેષ પારિતોષિક પણ એનાયત
અંબાજીમાં 29 શ્રેષ્ઠ શિક્ષકોને ST સ્માર્ટકાર્ડ, 28 શિક્ષકોને વિશેષ પારિતોષિક પણ એનાયત
Published on: 16th September, 2026

અંબાજી ખાતે ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન યોજાયું. બનાસકાંઠા જિલ્લાના યજમાન પદે યોજાયેલા આ સંમેલનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં એવોર્ડી શિક્ષકો હાજર રહ્યા. મુખ્ય વક્તા ડૉ. એમ.આઈ. જોશીએ જણાવ્યું કે, વિદ્યાર્થીના જીવનમાં મોટો બદલાવ લાવે તે જ શ્રેષ્ઠ શિક્ષક છે. આ પ્રસંગે વર્ષ 2025ના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ૨૯ શિક્ષકોનું સન્માન કરાયું, તેમને ST બસોમાં મફત મુસાફરી માટે સ્માર્ટ કાર્ડ અપાયા. ક્રિડાસાધના, રમત માર્ગદર્શક, વિદ્યાનિધિ, પર્યાવરણ રક્ષક, વિજ્ઞાનસાધના અને સમાજ રત્ન જેવા વિશિષ્ટ પારિતોષિકો ૨૮ શિક્ષકોને આપવામાં આવ્યા.