સાવલી કોર્ટમાં ભાડા વિધેયકનો વકીલો દ્વારા ઉગ્ર વિરોધ
સાવલી કોર્ટમાં ભાડા વિધેયકનો વકીલો દ્વારા ઉગ્ર વિરોધ
Published on: 07th October, 2026

સાવલી બાર એસોસિએશન દ્વારા ભાડા વિધેયક 2026નો ઉગ્ર વિરોધ કરાયો, જેમાં મોટી સંખ્યામાં વકીલો કોર્ટ પરિસર બહાર એકત્ર થઈ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો. વિરોધના ભાગરૂપે ગુજરાત સરકારના પૂતળા દહનનો પ્રયાસ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી. આ ઘટનાક્રમ દરમિયાન કોર્ટ પરિસર બહાર ઉત્તેજના ભર્યો માહોલ સર્જાયો હતો. વકીલોએ ભાડા વિધેયક પાછું ખેંચવાની માંગ કરી.