પોરબંદર મનપાના સેનિટેશન વિભાગનું સઘન ચેકિંગ
પોરબંદર મનપાના સેનિટેશન વિભાગનું સઘન ચેકિંગ
Published on: 07th October, 2026

પોરબંદર મનપાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. આ ઝુંબેશ દરમિયાન, ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ 22 વેપારીઓ અને નાગરિકોને શોધી કાઢવામાં આવ્યા. નિયમો અનુસાર, સ્થળ પર જ રૂ. 6,000નો દંડ વસૂલવામાં આવ્યો. શહેરને સ્વચ્છ, સુંદર અને પ્રદૂષણમુક્ત રાખવાના ઉદ્દેશ્ય સાથે, મનપાએ આ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. નાગરિકોને ખુલ્લામાં કચરો ન ફેંકવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી કાપડની થેલીઓ અપનાવવા અનુરોધ કરાયો.