રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સમસ્યાઓ અવગણાઈ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સમસ્યાઓ અવગણાઈ
Published on: 07th October, 2026

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓની સારવાર થાય છે, પરંતુ હાલમાં દર્દીઓની સુવિધાઓ કરતાં રાજકીય ચર્ચાઓ વધુ ચાલી રહી છે. આરોગ્યમંત્રીની મુલાકાત બાદ પણ માત્ર સફાઈ અને વહીવટ પર ધ્યાન અપાયું, મુખ્ય સમસ્યાઓ અવગણાઈ. કોંગ્રેસે પણ સામાન્ય મુદ્દાઓ પર આવેદનપત્ર આપતાં આશ્ચર્ય સર્જાયું છે. હકીકતે, જગ્યાઓની અછત, તબીબી સાધનોની ઘટ, દવા પુરવઠાની સમસ્યા, રક્તદાતાઓની અછત, સ્ટ્રેચર-વ્હીલચેરનો અભાવ, દર્દીઓના સગા માટે સુવિધાનો અભાવ, એમ્બ્યુલન્સ સમસ્યા, ડોકટરોના લાંબા કલાકોની ડ્યુટી, સુરક્ષા, અને રોગી કલ્યાણ સમિતિમાં ગેરવહીવટ જેવા ગંભીર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ જરૂરી છે.