ગિરનારની દીપડીએ સુત્રાપાડાનાં બે અનાથ બચ્ચાંને અપનાવી, નવજીવન આપ્યું
ગિરનારની દીપડીએ સુત્રાપાડાનાં બે અનાથ બચ્ચાંને અપનાવી, નવજીવન આપ્યું
Published on: 07th October, 2026

જૂનાગઢના ગિરનાર અભયારણ્યમાંથી એક અનોખી ઘટના સામે આવી છે. ગીર સોમનાથના સુત્રાપાડાથી તેમની માતાથી વિખૂટા પડેલા બે અત્યંત નાજુક અનાથ બચ્ચાઓને ગિરનારની એક માદા દીપડીએ પોતાના બચ્ચાં તરીકે સહર્ષ સ્વીકારી લીધા છે. સામાન્ય રીતે વન્યજીવોમાં આવા દત્તક લેવાના કિસ્સા દુર્લભ હોય છે, પરંતુ આ દીપડીના માતૃત્વ આગળ તમામ અવરોધો પાર થઈ ગયા. હાલમાં આ માદા દીપડી તેની સાથે પોતાના એક બચ્ચા અને સુત્રાપાડાના આ બંને બચ્ચાઓનું ધ્યાન રાખી રહી છે, તેમને સુરક્ષા અને હૂંફ પૂરી પાડી રહી છે.