જામનગરના સેવાસદન શૌચાલયની સુવિધા ફરી શરૂ
જામનગરના સેવાસદન શૌચાલયની સુવિધા ફરી શરૂ
Published on: 07th October, 2026

જામનગરના સેવાસદનમાં અરજદારો અને કર્મચારીઓ માટે શૌચાલયની સુવિધા ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ શૌચાલય બંધ હોવાને કારણે તથા પાણીની અછત અને ગંદકીને લીધે લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું. યુદ્ધના ધોરણે કામગીરી કરીને શૌચાલયમાં નવી ટાઇલ્સ, નવા નળ અને વોશ બેસિન ફીટ કરાયા છે. પાણીનો પુરવઠો પણ પૂર્વવત શરૂ કરાયો છે. આ સુવિધા શરૂ થતાં લોકોની હાલાકીનો અંત આવ્યો છે.