મોડાસાના ઉભરાણ-સખવાણિયા રોડની બિસ્માર હાલત
મોડાસાના ઉભરાણ-સખવાણિયા રોડની બિસ્માર હાલત
Published on: 20th August, 2026

વાત્રક સિંચાઈ વિભાગ હેઠળનો ઉભરાણ-સખવાણિયા રોડ લાંબા સમયથી અત્યંત ખરાબ સ્થિતિમાં છે. રસ્તા પરના મોટા ખાડાઓથી વાહનચાલકો અને ખેડૂતોમાં ભારે રોષ છે. આ માર્ગ 35થી વધુ ગામડાંઓને વાત્રક જળાશય સાથે જોડે છે, જેમાં ઉભરાણ, સખવાણિયા, કવેરીયા, ગોહિલ ના મુવાડા, ગોકુલપુરા, ચંદસર, વાંકાનેડા, ભેમપોડા અને વાત્રક કોલોનો સમાવેશ થાય છે. અનેક રજૂઆતો છતાં સમારકામ થયું નથી. ઉભરાણ હાઈસ્કૂલ પાસે વિદ્યાર્થીઓ માટે અકસ્માતનો ભય છે. ગ્રામજનો 6-7 કિલોમીટરના આ રસ્તાને માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગને સોંપવાની માંગ કરી રહ્યા છે.