ભાવનગરમાં ઝેરી દારૂકાંડ: 6નાં મોત, 21 ગંભીર, SMC દ્વારા તપાસ
ભાવનગરમાં ઝેરી દારૂકાંડ: 6નાં મોત, 21 ગંભીર, SMC દ્વારા તપાસ
Published on: 20th August, 2026

ગુજરાતના ભાવનગર શહેરમાં કેમિકલયુક્ત નકલી દારૂ પીવાથી 6 યુવકોનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 21 લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે અને ગૃહ વિભાગે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપાઈ છે. FSL તપાસમાં બ્રાન્ડેડ દારૂની બોટલોમાં 38.59% ઝેરી મિથેનોલ મળ્યું છે. અમદાવાદથી કેમિકલ લાવીને વરતેજમાં આ 'મોતનું મિશ્રણ' તૈયાર કરાયું હતું અને 51 પેટી વેચાઈ ગઈ હતી. આ રેકેટમાં સામેલ 21 બુટલેગરો સામે ગુનો દાખલ કરાયો છે.