ભારત માટે રાહતના સમાચાર: ઈરાન યુદ્ધ વચ્ચે ગેસની અછત દૂર થશે, Pyxis Pioneer જહાજ પહોંચ્યું.
ભારત માટે રાહતના સમાચાર: ઈરાન યુદ્ધ વચ્ચે ગેસની અછત દૂર થશે, Pyxis Pioneer જહાજ પહોંચ્યું.
Published on: 22nd March, 2026

ઇઝરાયલ અને ઈરાન યુદ્ધથી ભારતમાં LPG અછત વચ્ચે, Pyxis Pioneer જહાજ 16,714 ટન ગેસ લઈને કર્ણાટક પહોંચ્યું. નેધરલેન્ડથી રવાના થયેલું આ જહાજ એજીસ લોજિસ્ટિક્સ માટે ગેસ આપશે. આગામી દિવસોમાં 72,700 ટન LPG આવવાની ધારણા છે, જેમાં Apollo Ocean 26,687 ટન ગેસ લાવશે. અમેરિકાથી 30,000 ટન ગેસ HPCL માટે આવશે, જે પાઇપલાઇન દ્વારા દક્ષિણ ભારતમાં મોકલવામાં આવશે, અને ગેસની અછત દૂર થશે.