ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે?
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે?
Published on: 06th April, 2026

મધ્ય પૂર્વના યુદ્ધના કારણે ગુજરાતમાં ઈંધણ અને LPGના પુરવઠા અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પેટ્રોલિયમ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ૬,૬૮૮ પેટ્રોલ પંપો કાર્યરત છે અને હોસ્પિટલોને પ્રાથમિકતા આપી ૧૦૦% ગેસ પુરવઠો સુનિશ્ચિત કરાયો છે. નાગરિકોને ગભરાટમાં આવી બિનજરૂરી ખરીદી ન કરવા અને ઓનલાઇન બુકિંગનો ઉપયોગ કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્રણ જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓના કુલ 5,133 આઉટલેટ્સ હાલમાં કાર્યરત છે. જ્યારે 1555 ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ કાર્યરત છે.