સઉદીનું F-15 ફાયટર-જેટ વિમાન તોડી પડાયું
સઉદીનું F-15 ફાયટર-જેટ વિમાન તોડી પડાયું
Published on: 16th September, 2026

યમનના હુથી વિપ્લવવાદીઓએ સઉદી અરેબિયાના F-15 ફાયટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો છે. હુથીઓના જણાવ્યા અનુસાર, સઉદી અરેબિયાએ મક્કા તરફ જતું તેમનું ડ્રોન વિમાન તોડી પાડ્યા બાદ આ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. હુથી સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું કે સ્વ-નિર્મિત એર-ટુ-એર મિસાઇલ દ્વારા F-15 વિમાન તોડી પાડવામાં આવ્યું. સઉદી અધિકારીઓએ હુથીઓના આ કૃત્યને ત્રાસવાદી કૃત્ય ગણાવ્યું છે અને દાવો કર્યો કે આ મક્કા-શરીફ પર હુમલો કરવાનો બીજો પ્રયાસ હતો, જેનો હુથીઓએ ઇનકાર કર્યો.