ટ્રમ્પના ૧૦૦% ટેરિફને ભારતે ઝૂકવાની ના પાડી, રશિયા પાસેથી તેલ ખરીદી ચાલુ રાખશે
ટ્રમ્પના ૧૦૦% ટેરિફને ભારતે ઝૂકવાની ના પાડી, રશિયા પાસેથી તેલ ખરીદી ચાલુ રાખશે
Published on: 17th September, 2026

અમેરિકાના ૧૦૦ ટકા ટેરિફના ધમકી સામે ભારતે સ્પષ્ટ કહ્યું છે કે તે ઝૂકશે નહીં અને રશિયા પાસેથી ઓઇલ ખરીદી ચાલુ રાખશે. યુએસ કોંગ્રેસમાં રશિયા પાસેથી વધુ ઓઇલ ખરીદી રહેલા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવા અંગે બિલ પર વોટિંગ થવાનું છે. જો આ બિલ પાસ થશે તો ભારત પર ટેરિફ લાગી શકે છે. ભારતે કહ્યું છે કે તે પોતાની ઉર્જા જરૂરિયાતો અંગે ૧૪૦ કરોડ નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. અમેરિકાનું આ બિલ, જેનું નામ 'Lindsay Graham Sanctioning Russia and Iran' છે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ચીન જેવા દેશો પર ટેરિફ લગાવવાનો છે.