અરબી સમુદ્રમાં ભારતીય જહાજ સાથે ટકરાતા પાકિસ્તાની જહાજને ભારે નુકસાન
અરબી સમુદ્રમાં ભારતીય જહાજ સાથે ટકરાતા પાકિસ્તાની જહાજને ભારે નુકસાન
Published on: 17th September, 2026

ઉત્તર અરબ સમુદ્રમાં ભારતીય નેવીના ફ્રન્ટલાઇન યુદ્ધપોત સાથે પાકિસ્તાન નેવીના જહાજ 'PNS Hunain'ની ટક્કર થઈ હતી. આ ઘટનામાં ભારતીય જહાજને ઓછું નુકસાન થયું, જ્યારે પાકિસ્તાની જહાજને ભારે નુકસાન થયું છે. ભારતે આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં નિયમોના ભંગ બદલ પાકિસ્તાનના અધિકારીઓ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. આ ઘટના ભારતીય જળ ક્ષેત્ર નજીક બની હતી, જ્યાં દેશો વચ્ચે ચોક્કસ અંતર જાળવવાનો કરાર છે, જેનું પાકિસ્તાને ઉલ્લંઘન કર્યું છે.