પાકિસ્તાની ‘ગોરી’ અને ‘ચાંદની’ ક્રીમમાં ઝેરી મેટલ
પાકિસ્તાની ‘ગોરી’ અને ‘ચાંદની’ ક્રીમમાં ઝેરી મેટલ
Published on: 17th September, 2026

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ પાકિસ્તાનની 'ગોરી બ્યુટી ક્રીમ' અને 'ચાંદની વ્હાઈટનિંગ ક્રીમ' પર પ્રતિબંધ મૂક્યો છે. આ ક્રીમમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ માત્રામાં ઝેરી હેવી મેટલ્સ મળી આવ્યાં છે, જે લાંબા ગાળે કેન્સરનું જોખમ ઊભું કરી શકે છે. અમદાવાદમાં આ ક્રીમનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે, જે માટે જરૂરી આયાત નોંધણી પણ કરવામાં આવી નથી.