નખત્રાણામાં ટ્રેક્ટરના શો રૂમના સર્વિસ સ્ટેશનમાં કરંટ લાગતા યુવાનનું મોત.
નખત્રાણામાં ટ્રેક્ટરના શો રૂમના સર્વિસ સ્ટેશનમાં કરંટ લાગતા યુવાનનું મોત.
Published on: 30th March, 2026

નખત્રાણામાં શ્રી સોનલ ટ્રેક્ટર શો રૂમના સર્વિસ સ્ટેશનમાં કરંટ લાગતા મથલ ગામના 22 વર્ષીય યુવાન કુલદીપ ઓઢાણાનું મોત થયું. પરિવાર અને સમાજના આગેવાનોએ જવાબદારો સામે ફરિયાદની માંગ કરી. નખત્રાણા પોલીસે બેદરકારી સબબ ગુનો દાખલ કર્યો અને સોનલ ટ્રેક્ટર્સના શો-રૂમના માલિક હરેશદાન ગઢવી સામે ફરિયાદ નોંધાઇ. કુલદીપ છેલ્લા ત્રણ વર્ષથી મિકેનિકલ હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો, ત્યારે નોઝલથી કરંટ આવતા ઢળી પડ્યો અને દમ તોડી દીધો.