વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભીષણ અકસ્માત, 8 મજૂરોના મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભીષણ અકસ્માત, 8 મજૂરોના મોત
Published on: 08th June, 2026

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ (Visakhapatnam Steel Plant) માં એક ભયાવહ દુર્ઘટના બની છે. પ્લાન્ટમાં SMS-2 અને STC-3 હીટ એફજી વિભાગમાં કામ દરમિયાન, ક્રેન દ્વારા ૧,૫૦૦°C તાપમાને ઉકળતું લિક્વિડ સ્ટીલ (પીગળેલું લોખંડ) ઊંચકતી વખતે અકસ્માત થયો. અચાનક અનિયંત્રિત થયેલા મેટલ લિક્વિડના લેડલ (મોટું પાત્ર/ડોલ) માંથી ઉકળતું સ્ટીલ નીચે કામ કરી રહેલા મજૂરો પર ખાબક્યું. આ દુર્ઘટનામાં ૮ મજૂરોના દુ:ખદ મોત થયા છે અને અન્ય કેટલાય ગંભીર રીતે દાઝી ગયા છે.