રાજસ્થાન કોંગ્રેસમાં ગેહલોત-પાયલોટનો જૂનો વિવાદ ફરી ભભૂક્યો
રાજસ્થાન કોંગ્રેસમાં ગેહલોત-પાયલોટનો જૂનો વિવાદ ફરી ભભૂક્યો
Published on: 08th June, 2026

રાજસ્થાન કોંગ્રેસમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો રાજકીય વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. આ સ્થિતિમાં, રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસના આંતરિક મામલાઓમાં ભાજપની કોઈ ભૂમિકા નથી. તેમણે ગેહલોત અને પાયલટને સલાહ આપી છે કે પોતાના મતભેદો જાહેરમાં લાવવાને બદલે ચર્ચા દ્વારા ઉકેલે. ગેહલોતે 2022ના બળવા અંગે સચિન પાયલટ પર નિશાન સાધ્યું, જ્યારે ભાજપે આક્ષેપ કર્યો કે ગેહલોત પોતાની રાજકીય પ્રાસંગિકતા જાળવી રાખવા જૂના વિવાદોને હવા આપી રહ્યા છે.