ગરીબનગર ઝૂંપડાં હટાવતા બાન્દરા ટર્મિનસની ક્ષમતા 50% વધશે
ગરીબનગર ઝૂંપડાં હટાવતા બાન્દરા ટર્મિનસની ક્ષમતા 50% વધશે
Published on: 08th June, 2026

બાન્દરા પૂર્વના ગરીબનગર ઝૂંપડાં હટાવી રેલવેને મળેલી 5200 સ્કવેર મીટર જગ્યાનો ઉપયોગ બાન્દરા ટર્મિનસના વિસ્તરણ માટે થશે, જેથી તેની ક્ષમતા 50% વધી જશે. પશ્ચિમ રેલવેએ નવા પ્લેટફોર્મ, સ્ટેબલિંગ લાઈન્સ, પ્રવાસી સુવિધા અને ઉપનગરીય રેલવે સાથે વધુ કનેક્ટિવિટી માટે વિસ્તૃત યોજના તૈયાર કરી છે. જગ્યાના અભાવે અટકેલું વિસ્તરણ હવે આ નવી જગ્યા મળતાં શક્ય બન્યું છે. આનાથી વધુ ટ્રેનો, સુધારેલી કનેક્ટિવિટી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.