દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો: રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, પાર્ટી છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો: રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, પાર્ટી છોડી
Published on: 08th June, 2026

બંગાળ બાદ દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં TMCના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. રોયે આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચાર અંગે ખુલ્લેઆમ બોલ્યા બાદ તેઓ પાર્ટીમાં અલગ પડી ગયા હતા. તેમણે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિને પોતાનું રાજીનામું સોંપ્યું. આ ઘટના વિપક્ષી INDIA ગઠબંધનની બેઠક પહેલા બની છે.