'મમતા બેનરજી અને કેજરીવાલે I.N.D.I.A ગઠબંધનનો સત્યાનાશ કર્યો...', દિગ્ગજ નેતાનો દાવો
'મમતા બેનરજી અને કેજરીવાલે I.N.D.I.A ગઠબંધનનો સત્યાનાશ કર્યો...', દિગ્ગજ નેતાનો દાવો
Published on: 08th June, 2026

JDUના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ સંજય કુમાર ઝાએ ખુલાસો કર્યો છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે INDIA ગઠબંધનને બગાડ્યું. ગઠબંધનની બેઠકો દરમિયાન નીતિશ કુમારને સંયોજક બનાવવાની સહમતિ હતી, પરંતુ મમતા અને કેજરીવાલે દલિત ચહેરાની દલીલ કરી મલ્લિકાર્જુન ખડગેનું નામ પ્રસ્તાવિત કર્યું, જેનાથી કોંગ્રેસ પણ બેકફુટ પર આવી ગઈ. નીતિશ કુમાર પદ માટે નહીં, પરંતુ વિપક્ષી એકતા માટે પ્રયાસ કરતા હતા.