ઇકબાલગઢ નજીક બે અકસ્માત, જાનહાનિ ટળી.
ઇકબાલગઢ નજીક બે અકસ્માત, જાનહાનિ ટળી.
Published on: 16th May, 2026

બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ હાઇવે પર મોડી રાત્રે બે અલગ-અલગ અકસ્માત સર્જાયા હતા. જેમાં દર્શન હોટલ પાસે કાર-ટ્રક વચ્ચે અને ગંગાસાગર રોડ પર કાર ડિવાઇડર પર ચડી જતા વાહનોને નુકસાન થયું હતું. સદભાગ્યે, કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ ન હતી.