દિલ્હીની વાત : 'કોકરોચ જનતા પાર્ટી' બનાવનારનું 'આપ' કનેક્શન
દિલ્હીની વાત : 'કોકરોચ જનતા પાર્ટી' બનાવનારનું 'આપ' કનેક્શન
Published on: 22nd May, 2026

CJI સૂર્યકાંતે નવરા બેસીને આરટીઆઇ કરનારાઓ માટે કોકરોચ એટલે કે વાંદા શબ્દ વાપર્યો હતો. ત્યાર પછી એક ભેજાબાજે 'કોકરોચ જનતા પાર્ટી'ની સ્થાપના કરી અને ઇન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં જ એના એક કરોડ જેટલા ફોલોઅર્સ થઈ ગયા. આ પક્ષ હજી સુધી ચૂંટણી કમિશનમાં રજીસ્ટર થયો નથી. એમ મનાય છે કે સીજેઆઇને ટોણો મારવા માટે જ આ પક્ષની સ્થાપના થઈ છે. કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરનાર અભીજીત દિપકે મુળ મહારાષ્ટ્રનો છે. હમણા અમેરિકામાં રહે છે.