પાર્ટી નહીં, પુણ્યથી 31st: ગરીબોને 24 હજાર વસ્ત્રો અને દિવ્યાંગોને રાશન કિટ આપી નવું વર્ષ ઉજવ્યું.
પાર્ટી નહીં, પુણ્યથી 31st: ગરીબોને 24 હજાર વસ્ત્રો અને દિવ્યાંગોને રાશન કિટ આપી નવું વર્ષ ઉજવ્યું.
Published on: 01st January, 2026

જ્યારે યુવાધન 31stની પાર્ટીમાં ડૂબેલું હતું, ત્યારે રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ 24,000 વસ્ત્રો ગરીબોને અને દિવ્યાંગોને રાશન કિટ આપી. ‘વસ્ત્રદાન એ જ મહાદાન’ના સંકલ્પ સાથે 900 વિદ્યાર્થીઓએ આ કાર્ય કર્યું. કોમર્સના વિદ્યાર્થીઓએ પોકેટ મની બચાવીને દિવ્યાંગો માટે રાશન ખરીદ્યું. આ વસ્ત્રો અને રાશન ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. CJ ગ્રૂપ દ્વારા સન્માન થયું અને ચક્ષુદાનના શપથ લીધા.