તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા ગૌમાતા માટે 51 ગાડી ઘાસચારાનું પ્રસ્થાન.
તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા ગૌમાતા માટે 51 ગાડી ઘાસચારાનું પ્રસ્થાન.
Published on: 30th March, 2026

રામનવમી નિમિત્તે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ-કચ્છ દ્વારા ઉનાળામાં અબોલ જીવો માટે 51 ગાડી ઘાસ મોકલવામાં આવ્યું. ટ્રસ્ટના અધ્યક્ષ હિતેશભાઈ ખંડોરે જણાવ્યું કે કચ્છમાં એપ્રિલ-મે-જૂનમાં ઘાસચારાની જરૂરિયાત રહે છે. વિનોદભાઈ સોલંકી, કતીરા કન્સ્ટ્રક્શનના હરીશભાઈ કતીરા, સમર્પણ મહિલા મંડળ (માધાપર) સહિત અનેક દાતાઓનો સહયોગ મળ્યો. આ ઘાસ વાડાસર, સરલી, લોરીયા, સુમારાસર, કુનરિયા, મોરજર, લેર હનુમાન ગૌશાળા, માધાપર નવાવાસ સહિતના ગામોમાં મોકલવામાં આવ્યું.