દિલ્હીમાં પ્રદર્શન પૂર્વે ટ્રેનો-મેટ્રો બંધ કરવા સામે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર
દિલ્હીમાં પ્રદર્શન પૂર્વે ટ્રેનો-મેટ્રો બંધ કરવા સામે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર
Published on: 09th October, 2026

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન પૂર્વે લાદવામાં આવેલા પ્રતિબંધો સામે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. CJI સૂર્ય કાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે કેન્દ્ર સરકારને સ્પષ્ટ કહ્યું કે સુરક્ષાના નામે સામાન્ય નાગરિકો માટે સમગ્ર વ્યવસ્થા ઠપ કરી શકાય નહીં. નવી દિલ્હી અને નિઝામુદ્દીન સ્ટેશન તરફ આવતી ટ્રેનો રદ કરવા, 57 મેટ્રો સ્ટેશનો બંધ કરવા અને રસ્તા સીલ કરવાના પગલાં સામે કોર્ટે વાંધો ઉઠાવ્યો. બંધારણીય અધિકાર અને જાહેર પરિવહન વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકાયો.