નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ PM મોદીના નામે રખાશે
નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ PM મોદીના નામે રખાશે
Published on: 09th October, 2026

ઉત્તર પ્રદેશ સરકારે નોઈડા સ્થિત ‘જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ’નું નામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અને ઉત્તર પ્રદેશ સાથે તેમના આત્મીય સંબંધને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ એરપોર્ટના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન પણ PM મોદી દ્વારા જ કરવામાં આવ્યું હતું.