અમદાવાદના સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય લેવાશે
અમદાવાદના સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય લેવાશે
Published on: 24th June, 2026

અમદાવાદના સુભાષબ્રિજને તોડી પાડવા અંગે આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. બ્રિજ ખૂબ જૂનો હોવાથી તેના ગર્ડર અને સ્પાનમાં તિરાડો જોવા મળી છે. કન્સલ્ટન્ટનો અભિપ્રાય છે કે જૂના પિલ્લર પણ તોડીને નવા બનાવવા જોઈએ. આથી, સંપૂર્ણ ડિમોલીશનનો નિર્ણય લેવાઈ શકે છે. નવો બ્રિજ બનવામાં એપ્રિલ 2027 સુધીનો સમય લાગી શકે છે, જેમાં ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. મ્યુનિસિપલ કમિશનર આ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે.