રસ્તો ન ધરાવતા પ્લોટને કોમર્શિયલ ગણી વડોદરા પાલિકાનો 35 કરોડનો કારસો
રસ્તો ન ધરાવતા પ્લોટને કોમર્શિયલ ગણી વડોદરા પાલિકાનો 35 કરોડનો કારસો
Published on: 28th July, 2026

જમીન વેચી તિજોરી ભરવાની લ્હાયમાં પાલિકાનો અંધેર વહીવટ ખુલ્લો પડ્યો છે. હરિનગર રોડ પર, જે પ્લોટ માત્ર સોસાયટીના આંતરિક માર્ગની એન્ટ્રી ધરાવે છે અને 3 બાજુથી બંધ છે, તેને કોમર્શિયલ હેતુનો ગણાવી 35 કરોડની કમાણીનું આયોજન કરાયું છે. આ માટે 16,560 ચો.ફૂટ જમીનની મિનિમમ અપસેટ વેલ્યૂ પ્રતિ ચો.મીટરે 2.34 લાખ નક્કી કરાઈ છે. જોકે, કોમર્શિયલ પ્લોટ માટે જરૂરી 12 મીટર રસ્તાને બદલે અહીં માત્ર 9 મીટરનો રસ્તો છે. આ પ્લોટ સોસાયટીને પરત કરવા વર્ષ 2013માં સભામાં ઠરાવ થયો હતો, છતાં પાલિકા વેચાણની પેરવીમાં છે.