GDP વૃદ્ધિના દાવા વચ્ચે 25% યુવાનો બેરોજગાર
GDP વૃદ્ધિના દાવા વચ્ચે 25% યુવાનો બેરોજગાર
Published on: 19th September, 2026

PLFS Survey મુજબ, 250 જિલ્લાઓમાં 25 ટકા યુવાનો ન તો નોકરી કરે છે, ન અભ્યાસ, ન કોઈ સ્કિલ ટ્રેનિંગ. NEET (Not in Employment, Education or Training) કેટેગરીમાં આવતા આ યુવાનો દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોમાં સ્થિતિ વધુ ગંભીર છે. મોટાભાગની યુવતીઓ ઘરકામમાં વ્યસ્ત છે, જ્યારે અનેક યુવાનો યોગ્ય નોકરીના અભાવે અથવા સરકારી નોકરીની તૈયારીમાં સમય વિતાવી રહ્યા છે. જોકે, 25 જિલ્લાઓમાં પરિસ્થિતિ સારી છે.