તહેવારોની ભીડ માટે રેલવે લાવ્યું 5 નવી સ્પેશિયલ ટ્રેન
તહેવારોની ભીડ માટે રેલવે લાવ્યું 5 નવી સ્પેશિયલ ટ્રેન
Published on: 19th September, 2026

ઉત્તર રેલવેએ દુર્ગાપૂજા અને દિવાળી જેવા તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે 5 નવી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને મંજૂરી આપી છે. આ ટ્રેનો દિલ્હી-હાવડા, આનંદ વિહાર-ભાગલપુર, ઋષિકેશ-કોલકાતા, અમૃતસર-કોલકાતા અને અમૃતસર-બરૌની જેવા મુખ્ય રૂટ પર ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં દોડશે. આ ટ્રેનો મુસાફરોને તહેવારો દરમિયાન ટિકિટ મેળવવામાં રાહત આપશે. ટિકિટ બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે, જે પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે.