દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ
દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ
Published on: 20th September, 2026

દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેને 500 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ મોકલી છે. આ નોટિસમાં 16 સપ્ટેમ્બર 2026 ના રોજ એક્સ (Twitter) પર પોસ્ટ કરવામાં આવેલી અંગ્રેજી અને મરાઠી પોસ્ટને ખોટી અને બદનક્ષીભરી ગણાવવામાં આવી છે. આરોપ છે કે તેમાં સતીશ સાલિયાન પર રાજકીય સ્વાર્થ અને અંગત દુશ્મનાવટના ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. વકીલ નિલેશ ઓઝાએ આદિત્ય ઠાકરેના ઘરની બહાર આ નોટિસ પહોંચાડી, જેમાં તાત્કાલિક માફી અને 500 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની માંગણી કરવામાં આવી છે.